Gujarat

પીજી મેડિકલના બીજા રાઉન્ડનુ ફરી એલોટમેન્ટઃ ૪૬૮ને પ્રવેશ

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
પીજી મેડિકલના બીજા રાઉન્ડનુ ફરી એલોટમેન્ટઃ ૪૬૮ને પ્રવેશ

અમદાવાદ

પીજી મેડિકલમાં બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ સ્ટેટ એડમિશન કમિટી દ્વારા ૨૮મીએ રદ કરાયા બાદ આજે ફરી પ્રવેશ ફાળવણી કરવામા આવી છે.જેમાં ૪૬૮ વિદ્યાર્થીના નવા પ્રવેશ થયા છે.બીજા રાઉન્ડમાં ફાળવણી બાદ ૧૯ બેઠકો ખાલી રહી છે.

કેન્દ્ર સરકારની મેડિકલ કાઉન્સિલ કમિટીએ ઓલ ઈન્ડિયા કવોટાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરાયા બાદ રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ સ્ટેટ ક્વોટાના એડમિશન માટેની પ્રક્રિયામાં મેરિટમાં સમાવિષ્ટ ૪૫૮ વિદ્યાર્થીને મેરિટમાથી બાકાત કરી દીધા છે.આ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો હોવાથી તેઓને મેરિટમાંથા બાકાત કરી ૨૮મીએ જાહેર કરાયેલુ  બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ પણ રદ કરી દેવાયુ હતુ.ત્યારબાદ આજે ફરી પ્રવેશ ફાળવણી કરવામા આવી છે.

જેમાં અગાઉની નોન રિપોર્ટેડ ૩૭૫ બેઠકો અને પ્રથમ રાઉન્ડ બાદ કેન્સલ થયેલી ૯૫ બેઠકો તેમજ નવી ઉમેરાયેલી ૧૦ તથા મેનેજમેન્ટ ક્વોટાની જનરલ ક્વોટામાં કન્વર્ટ થયેલી સાત બેઠકો સાથે ૪૮૭ બેઠકો માટે બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરાયુ હતું.  બીજા રાઉન્ડ માટે ૨૬૯૯ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કર્યુ હતુ અને ૫૧૭ બેઠકો પર અપગ્રેટેડેશન થયુ છે.જ્યારે ૪૬૮ વિદ્યાર્થીના નવા પ્રવેશ થયા છે અને આ બીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટ  બાદ ૧૯ બેઠકો ખાલી રહી છે.