Gujarat

સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી

By GS TEAM
22 Dec 20251 min read
સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી

 વડોદરા,સયાજી  હોસ્પિટલમાં ૧ લી  સપ્ટેમ્બરથી જન્મ નોંધણીની પ્રક્રિયાશરૃ કરવામાં આવી છે.આજે એસએસજીમાં ટેકનિકલ ખામીને કારણે સરકારની જન્મ નોંધણી માટેની સાઈટમાં ખામી સર્જાતા  લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.

સયાજી હોસ્પિટલમાં જન્મની નોંધણીની કામગીરી દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સર્વર ખોટકાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો  છે.આજે જન્મના રજીસ્ટ્રેશન માટેની સાઈટ ટેકનિકલ કારણોસર બંધ થતા લોકોમાં નારાજગી ફેલાઇ હતી.તેઓનું  કહેવું છે કે, કોઈપણ સરકારી  સહાય લેવા માટેના કાગળો માટે સૌ પ્રથમ જન્મના દાખલાની જરૃર પડે છે. દાખલો ના મળે તો  કામગીરી થતી નથી.  સ્ટાફનું કહેવું  હતું કે, સર્વરના  પ્રોબ્લેમમાં અમે અહીંયાથી  કશું કરી શકતા નથી. લોકો હેરાન ના થાય તે માટે અમારા પ્રયત્નો હોય છે.