Gujarat

નગરામા ગામ પાસે કંપનીનો વેસ્ટ દૂર નહીં કરાતા લોકોનો હોબાળો

By GS TEAM
14 Sep 20252 mins read
નગરામા ગામ પાસે કંપનીનો વેસ્ટ દૂર નહીં કરાતા લોકોનો હોબાળો

- તાત્કાલિક કેમિકલ વેસ્ટ દૂર કરવાની ગ્રામજનોની માગણી 

- કંપનીમાંથી રો-મટિરીયલ અને કેમિકલ વેસ્ટ કંપનીમાંથી કાંસમાં ભળીને ખેતરોમાં જતા નુકસાન 

નડિયાદ : માતરના નગરામા ગામ પાસે આવેલી બાયો કેમિકલ કલસ્ટર એન્ડ એનવીરો પ્રા.લી. કંપની બંધ હોવા છતાં વિવાદમાં સપડાઇ છે.કંપનીમાં પડી રહેલું કેમિકલ વેસ્ટ અને રો મટિરિયલ હટાવવામાં આવતું નથી. જેના કારણે કંપનમાંથી રો મટિરીયલ એ કેમિકલ વેસ્ટ દૂર ખેતરમાં જઇ રહ્યું છે અને દુર્ગધ મારતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને વેસ્ટ દૂર કરવાની માગણી કરી છે. 

તાલુકાના નગરામા ગામમાં કેમિકલ કંપની વારંવાર વિવાદમાં સપડાતા નોટિસ બાદ કાર્યવાહી કરીને બંદ કરી દેવાઇ હતી. કંપનીમાં રો મટિરિયલ અને કેમિલક વેસ્ટ દૂર કરાયો નથી. જે કેમિકલ અને રો મટીરીયલમાંથી દુર્ગર્ધયુક્ત અને નુકસાનકારણે પ્રવાહી કાંસમાં ભળીને ખેતરો સુધી પહોંચી રહ્યું છે. જીપીસીબી અને કંપનીની બેદરકારીના કારણે સ્થિતિ સર્જાઇ છે. આ પાણી ખેતરોમાં પહોંચતા ઉભો પાક બળી જાય છે. કેમિકલવાળું પાણી હાનિકારણે છે. ખેડૂતોને પગમાં ફોલ્લા પડી જાય છે અને પશુધન પણ બિમારીમાં સપડાઇ છે. આ મામલે ગ્રામજનોએ વારંવાર પ્રાંત અધિકારી, મામલતદાર, કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યને ફરિયાદો કરી હતી. પરંતુ હજુ સુધી સંતોષકારક ઉકેલ મળ્યો નથી. આ મામલે આજે ગ્રામજનોએ એકઠા થઇ હોબાળો કરીને વિરોધ કર્યો છે અને તાત્કાલિક કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.  

કંપની પાસે આવેલા પાણી-પુરવઠાના પ્લાન્ટને પણ અસર 

આ કંપનીની અડીને જ ૧૫૦થી વધુ ગામોને પાણી પૂરું પાડતો પાણી પુરવઠાનો પ્લાન્ટ આવેલો છે. કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરીને સીધું આ પ્લાન્ટના પાણીના સ્ટોરેજમાં ભળી રહ્યું છે, જેનાથી પીવાના પાણીના ોત પણ દૂષિત થવાની શક્યતા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનો અને ખેડૂતોએ તંત્રને તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી છે.