Gujarat
લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે, મ્યુનિ. કાર્યક્રમોમા હાઈજેનિક પાણી આપવા ૫૦ લાખ ખર્ચાશે
By GS TEAM
26 Feb 20261 min read

અમદાવાદ,ગુરુવાર,26 ફેબ્રુ,2026
અમદાવાદના લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે પરંતુ મ્યુનિસિપલ
કોર્પોરેશન આયોજિત કાર્યક્રમોમા પદાધિકારીઓને પીવાનુ હાઈજેનિક પાણી આપવા એક
વર્ષમાં રુપિયા ૫૦ લાખનો ખર્ચ કરાશે. ગત
વર્ષે શહેરમાંથી પ્રદૂષિત પાણી અને ગટર ઉભરાવાની ચાર લાખથી પણ વધુ ફરિયાદ
કોર્પોરેશનમા નોંધાઈ હતી. પણ લોકોની ચિંતા કરવાના બદલે રાજકારણીઓએ પોતાની ચિંતા
કરી આજે હેલ્થ કમિટીમા આ દરખાસ્ત મંજુરી માટે મુકી છે.
હેલ્થ કમિટીમા મુકવામા આવેલી દરખાસ્ત મુજબ, કોર્પોરેશન
દ્વારા આયોજિત કરવામા કાર્યક્રમોમા ગાંધી
કેટર્સસ દરેક ૧૦૦ જગ દીઠ ૫૦ નંગ રીયુઝેબલ પ્લાસ્ટિક ગ્લાસના રુપિયા ૨૫૦ લેખે તથા ૧૦૦ જગ લાવવા-લઈ જવાના રુપિયા
૨૪૦૦ તેમજ વેઈટર દીઠ પ્રતિ વ્યકિત ૮૦૦ રુપિયા લેખે મેન પાવર પુરો પાડશે.વાર્ષિક ૫૦
લાખનો ખર્ચ પાણી માટે અંદાજાયો છે.








