Get The App

માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ

વૃક્ષ કોની મંજૂરીથી કપાયુ તે અંગે બોલવા તૈયાર નથી

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર,8 મે,2026

અમદાવાદના માદલપુર ગરનાળા પાસે આવેલા વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કાઢી નાંખવામા આવતા સ્થાનિકોએ મ્યુનિસિપલ બગીચા વિભાગની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો છે. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ, માદલપુર ગરનાળા પાસે આવેલી એક  જાહેરખબર એજન્સી હોર્ડિંગ્સ લગાવી શકે એ માટે રાતોરાત વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કાઢવામા આવ્યુ છે.એક તરફ મિશન મિલિયન ફાઈવ થીમ હેઠળ વર્ષ-૨૦૨૬-૨૭માં શહેરના વિવિધ વિસ્તારોમા પચાસ લાખ રોપા રોપવાની ગુલબાંગ હાંકવામા આવી રહી છે ત્યારે બગીચા ખાતાના અધિકારીઓ વર્ષો જુનુ વૃક્ષ કોની મંજૂરીથી કપાયુ તે અંગે બોલવા તૈયાર નથી.