Gujarat

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા

By GS TEAM
5 Nov 20252 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુરથી બોડેલીને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અતિ બિસ્માર હાલતમાં છે. પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો મુખ્ય બ્રિજ તૂટી જવાથી તંત્ર દ્વારા રંગલી ચોકડીથી બોડેલી તરફનો માર્ગ ડાયવર્ઝન તરીકે આપવામાં આવ્યો છે. જોકે, આ ડાયવર્ઝન માર્ગ જ હવે રાહદારીઓ અને વાહનચાલકો માટે મોતના કૂવા સમાન બની ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુરથી બોડેલીને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અતિ બિસ્માર હાલતમાં છે. પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો મુખ્ય બ્રિજ તૂટી જવાથી તંત્ર દ્વારા રંગલી ચોકડીથી બોડેલી તરફનો માર્ગ ડાયવર્ઝન તરીકે આપવામાં આવ્યો છે. જોકે, આ ડાયવર્ઝન માર્ગ જ હવે રાહદારીઓ અને વાહનચાલકો માટે મોતના કૂવા સમાન બની ગયો છે.


રંગલી ચોકડીથી બોડેલી તરફના આ માર્ગ પર ભારે વાહનોનું સતત અવરજવર રહેતા મસમોટા ખાડાઓ પડી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ખાડા પૂરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવી રહી છે.

વેઠને કારણે ટેન્કર ફસાયું, મોટો અકસ્માત ટળ્યો

લોકોનો દાવો છે કે આ ખાડાઓમાં ડામર કે પથ્થર નાખવાને બદલે માત્ર માટી અને કિચડ નાખવામાં આવતા માર્ગ વધુ જોખમી બની ગયો છે. આ કિચડને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેનાથી રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે.


આજે બુધવારે આવો જ એક અકસ્માત સર્જાયો. જેમાં રોડ પરથી જઈ રહેલું ટેન્કર ખાડામાંથી પસાર થતા અચાનક એક તરફ નમી પડ્યું હતું. જો આ ટેન્કર બીજી તરફ એટલે કે ઝાડીને બદલે રોડ તરફ નમ્યું હોત, તો કોઈ મોટો અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા હતી. ટેન્કર ખાડામાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી, જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.


આ પણ વાંચો: જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા

સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો માત્ર મલાઈદાર માલ ખાવામાં મસ્ત છે અને લોકોના જીવ જોખમમાં મૂકીને માત્ર માટી અને કિચડ નાખીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તંત્ર તાત્કાલિક આ ડાયવર્ઝન માર્ગ પર યોગ્ય સમારકામ કરે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લે તેવી માંગણી ઊઠી છે.