Gujarat

જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા

By GS TEAM
5 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર શહેરના અતિ વ્યસ્ત ગણાતા સાત રસ્તા અને લાલ બંગલાથી ટાઉનહોલ તરફના માર્ગ પર એક બોલેરો ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી અન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સમગ્ર ઘટના પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરામાં કેદ થતાં ટ્રાફિક પોલીસે ગણતરીના સમયમાં ચાલકને શોધી કાઢી તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા

Jamnagar News: જામનગર શહેરના અતિ વ્યસ્ત ગણાતા સાત રસ્તા અને લાલ બંગલાથી ટાઉનહોલ તરફના માર્ગ પર એક બોલેરો ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી અન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સમગ્ર ઘટના પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરામાં કેદ થતાં ટ્રાફિક પોલીસે ગણતરીના સમયમાં ચાલકને શોધી કાઢી તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના આ ધમધમતા માર્ગ પર GJ 10 TY 1205 નંબરની બોલેરો ગાડીનો ચાલક ભયજનક રીતે અને પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. જેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ખતરો ઉભો થયો હતો.

આ બેફામ ચાલકના દ્રશ્યો જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગના CCTV કેમેરામાં કેદ થયા હતા. કંટ્રોલ રૂમની ટીમે તાત્કાલિક આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક શાખાને જાણ કરી હતી.

ફૂટેજના આધારે વાહનના નંબર મેળવી જામનગરની ટ્રાફિક શાખાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વાહન ચાલકને શોધી કાઢી તેની બોલેરો ગાડી કબજે કરી લીધી હતી.

આ મામલે બેફામ વાહન ચાલક વિરુદ્ધ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વાહન જપ્ત કરી લેવામાં આવ્યું છે. પકડાયેલા ચાલકે પોલીસ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરવાની ખાતરી આપી હતી.