Baroda

ફૂટપાથ ખોદી કોપરના કેબલની ચોરી કરી ટોળકી ફરાર

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
શહેરના દાંડિયા બજારમાં ગેસ ઓફિસ સામે મોડી રાત્રે તસ્કરોએ ફૂટપાથ ખોદી BSNLના કોપર કેબલની ચોરી કરી. સ્થાનિક રહીશને રાત્રે 11 વાગ્યે ખોદકામનો અવાજ આવતા તપાસ કરતા મહિલાઓ અને બાળકો સહિતના કેટલાક લોકો ફૂટપાથ ખોદી રહ્યા હતા. શંકા જતા પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. રાવપુરા પોલીસે BSNL કર્મીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફૂટપાથ ખોદી કોપરના કેબલની ચોરી કરી ટોળકી ફરાર

શહેરના દાંડિયા બજારમાં ગેસ ઓફિસની સામે ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ ફૂટપાથ ખોદી વર્ષો જૂના બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ, રાત્રે આશરે ૧૧ વાગ્યે ખોદકામનો અવાજ સંભળાતા તેઓ ઘરની બહાર આવ્યા હતા. ત્યાં કેટલાક લોકો ફૂટપાથ ખોદી રહ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. શંકા જતાં તેમણે વર્ક ઓર્ડર અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.

બીજી તરફ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની તુને ધ્યાનમાં રાખી ઇમર્જન્સી સિવાય કોઈપણ પ્રકારના માર્ગ કે ફૂટપાથના ખોદકામને પરવાનગી અપાઈ  નથી. એથી ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે વર્ષો જૂની બીએસએનએલની ડેડ લાઈનો કાપીને કોપર કેબલની ચોરી કરાઈ છે.રાવપુરા પોલીસે બીએસએનએલ કર્મીની ફરિયાદના આધારે તપાસ શરૃ કરી છે.