Gujarat

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
જામનગરના એક દારૂના ધંધાર્થી સામે તાજેતરમાં ઇંગ્લીશદારૂની પ્રવૃત્તિ સંબંધેના બે કેસ નોંધાયા હોવાથી તેની સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને એલસીબીની ટીમ દ્વારા તેની પાષા હેઠળ અટકાયત કરી લઈ વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે તાજેતરમાં ઇંગ્લીશદારૂની પ્રવૃત્તિ સંબંધેના બે કેસ નોંધાયા હોવાથી તેની સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને એલસીબીની ટીમ દ્વારા તેની પાષા હેઠળ અટકાયત કરી લઈ વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

જામનગરમાં નંદનવન સોસાયટી પાસે પિંજારાવાસમાં રહેતા સાહિલ ફિરોજભાઈ પિંજારા સામે તાજેતરમાં ઈંગ્લીશ દારૂની પ્રવૃતિના બે કેસ નોંધાયા હતા. જેથી એલસીબ ની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમહર્તા સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીની મહોર મારવામાં આવી છે, અને એલસીબી ની ટીમ દ્વારા ગઈકાલે મોડી સાંજે આરોપી સાહિલ પીંજારાની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.