Gujarat

લખતરનાં ઐતિહાસિક કિલ્લાના કાંગરાનો એક ભાગ તુટી પડયો

By GS Team
28 Dec 20211 min read
This article was originally published on 28 Dec 2021
લખતરનાં ઐતિહાસિક કિલ્લાના કાંગરાનો એક ભાગ તુટી પડયો

સમારકામ માટે અનેક રજુઆતો છતાં પરિણામ શૂન્ય

૧૪૦ વર્ષ જૂનો આ ગઢ રાજ્યનો એકમાત્ર અખંડ ગઢ છે : સારસંભાળ મુદ્દે લખતરવાસીઓમાં નારાજગી

સુરેન્દ્રનગર : લખતર ખાતે આવેલા ઐતિહાસિક અને ગુજરાતના એકમાત્ર અખંડ એવા ૧૪૦ વર્ષ જુના ગઢના કાંગરાનો એક ભાગ તૂટી પડતા લખતરવાસીઓ અને ઈતિહાસ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવા પામેલ છે. 

લખતરનો એકમાત્ર અખંડ ગઢ કે જેનું બાંધકામ ૧૪૦ વર્ષ જુનું હોય તેને સમારકામ માટે અનેક વખત રજુઆત છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર ન લેવાતા શહેરના પાટડી દરવાજા બહાર નીકળતા ગઢનો કોઠો આવેલ છે તેનો ઉપરથી ભાગ ખરી પડયો હતો.

 સદનસીબે  કોઈપણ જાનહાની થવા પામી નહોતી. અનેક વાર રજુઆતો છતાં રીપેર ન થતાં જણાવ્યા મુજબ હજુ કાદેસરની બારી પાસે, સહયોગ વિદ્યાલય સામે આવેલ બારીની નજીક, તેમજ અનેક જગ્યાએ આવેલા આ વિરાસત સામુ તંત્ર ધ્યાન નહીં આપે તો ગુજરાતનો એકમાત્ર અખંડ ગઢ તુટવા માંડશે આ ગઢ વર્ષો પહેલા આવેલા અખંડ ગઢ હોનારત વખતે તેમજ પ્રજાના જાન - માલનું રક્ષણ કરતો હોઈ ગઢ લખતરની શાન ગણાય છે. માટે વહેલીતકે આ કામ શરૂ થાય એવી ગ્રામજનોની માંગણી છે. જયારે વિકાસની મોટી મોટી વાતો કરી ડીંગો મારતા નેતાઓ લખતરના ઐતિહાસીક વિરાસતને બચાવે અને રીપેરીંગ કરી લખતરની આન બાન અને શાન સમાન ગઢના ધરોહર સચવાઈ તેવી ગઢ પ્રેમીઓની લાગણી અને મગણી છે.