Gujarat

પોરબંદરના દરિયામાંથી ફરી રૂ. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, બોટ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ

By GS Team
12 Mar 20241 min read
This article was originally published on 12 Mar 2024
TukuTouch Logo
ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદરના દરિયામાંથી ફરી રૂ. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, બોટ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ

Porbandar News: ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને  એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.

બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું

અહેવાલો અનુસાર, બાતમીને આધારે એટીએસ,કોસ્ટ ગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. એટીએસની ટીમે ઝપાયેલા તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરી છે.

અગાઉ ગુજરાતના દરિયામાંથી 3300 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપને પકડી પાડી હતી. સૌરાષ્ટ્રનાં સમુદ્રકાંઠે યુવાધનને બરબાદ કરવા માટે મોટાપાયે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર નજીકનાં દરિયામાંથી 3272 કિલો ડ્રગ્સનાં જથ્થા સાથે પાંચ ક્રૂમેમ્બર્સને ઝડપી લીધા હતા. આ અગાઉ એનસીબીની ટીમ માત્ર જમીન પર જ ડ્રગ્સને લઈને ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત ATSની મદદથી NCBએ 3300 કિલો ડ્રગ્સ ઝડપીને ઈતિહાસ રચી દીધો.