વિદેશથી આવેલા 6956 જેટલા નાગરિકોમાંથી 35 નો રિપોર્ટ પોઝિટિવ

- આણંદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં
- યુએસએ, યુકે, ટાન્ઝાનિયા, દુબઇ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાંથી એનઆરઆઇઓ વતનમાં ઉમટયા
જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર, નવા વેરિએન્ટ ઓમીક્રોનની દહેશતને લઇને આરોગ્યવિભાગ દ્વારા પેટલાદ આણંદની જનરલ સિવિલ, તમામ સીએચસી, પીએચસી, પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરો ઉપર શંકાસ્પદ દર્દીઓ માટે ઓપીડી તેમજ તબીબી તપાસ હાથ ધરવામા આવી રહી છે. જોકે વિદેશથી આવતા નાગરિકો દ્વારા સંક્રમણ ફેલાવાની સંભવિત શક્યતાઓને ધ્યાને લેતા તંત્ર દ્વારા દુનિયાના જુદા-જુદા દેશોમાંથી જિલ્લામા આવતા એનઆરઆઇઓનો ડેટા તૈયાર કરીને તેઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમા અત્યાર સુધીમાંયુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, આફ્રિકન દેશો ટાન્ઝાનીયા, નેરૌબી, કેન્યા, દુબઇ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાંથી ૬૯૫૬ નાગરિકો જિલ્લામા આવતા આરોગ્ય વિભાગ દ્વારા તબક્કાવાર તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાતા ૩૫ એનઆરઆઇ કોરોના પોઝીટીવ હોવાનુ જણાઇ આવતા તેઓને હોમ કવોરન્ટાઇનમાં સારવાર આપવામા આવી હોવાનુ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યુ છે.




