Get The App

રૂ.14.04 લાખનું ગ્રે કાપડ મંગાવી પિતા-પુત્ર સહિત ત્રણ દુકાન બંધ કરી ફરાર

કતારગામના વિવર પાસે માલ મંગાવ્યા બાદ ગ્લોબલ માર્કેટના શ્રી શ્યામ એજન્સીના વેપારી પિતા-પુત્રનો ઉલાળીયોના વેપારી પિતા-પુત્રનો ઉલાળીયો

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
રૂ.14.04 લાખનું ગ્રે કાપડ મંગાવી પિતા-પુત્ર સહિત ત્રણ દુકાન બંધ કરી ફરાર 1 - image

- કતારગામના વિવર પાસે માલ મંગાવ્યા બાદ ગ્લોબલ માર્કેટના શ્રી શ્યામ એજન્સીના વેપારી પિતા-પુત્રનો ઉલાળીયો

સુરત,: સુરતના કતારગામના વિવર પાસેથી રૂ.14.04 લાખનું ગ્રે કાપડ મંગાવી ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પિતા-પુત્ર અને મેનેજર પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

વેસુ વીઆઈપી રોડ ખાટું શ્યામ મંદિરની પાછળ ગોકુલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.802 માં રહેતા 56 વર્ષીય દિલીપકુમાર ચંપકલાલ રગડવાળા કતારગામ વસ્તાદેવડી રોડ ગાયત્રી મંદિર સામે શીવ ટેક્ષ્ટાઇલ તથા રોબીન ટેક્ષ્ટાઇલ એચ.યુ.એફ કંપનીના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે. સહારા દરવાજા નજીક ન્યુ બોમ્બે માર્કેટની સામે ગ્લોબલ ટેક્ષટાઇલ માર્કેટમાં શ્રી શ્યામ એજન્સીના નામે વેપાર કરતા પિતા-પુત્ર અશોકકુમાર સત્યનારાયણ શર્મા ( ઉ વ.54 ) - રવિ અશોકકુમાર શર્મા ( ઉ વ.32 ) અને મેનેજર ઉમેશકુમાર ઉર્ફે બ્રિજેશએ જૂન 2021 થી દિલીપકુમારની બંને પેઢીમાંથી ગ્રે કાપડની ખરીદી કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ કર્યું હતું.

રૂ.14.04 લાખનું ગ્રે કાપડ મંગાવી પિતા-પુત્ર સહિત ત્રણ દુકાન બંધ કરી ફરાર 2 - image

જોકે, ત્યાર બાદ ઉધારમાં ખરીદી કરી બાકી પેમેન્ટ રૂ.14,04,109 ચુકવવાને બદલે ત્રણેયે વાયદા કર્યા હતા. બાદમાં તેમના મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા.આથી દિલીપકુમારે તેમની દુકાને જઈ તપાસ કરી ત્યારે ચાર દિવસ પહેલા ઉઠમણું કર્યાનું જાણવા મળતા ત્રણેય વિરુદ્ધ કતારગામ પોલોસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.