- નિગમ અને સરકારે ન સાંભળતા ન્યાયપાલિકાના દ્વાર ખખડાવ્યા હતા
- એવોર્ડ પ્રસિદ્ધ થયાથી એક વર્ષમાં એરિયર્સની તમામ રકમ ચૂકવવામાં કસૂર કરે તો લેણી રકમ ઉપર ૯ ટકા સાદં વ્યાજ મેળવવા કર્મચારીઓ હક્કદાર
એસ.ટી.ના કર્મચારીઓને હાલ નિગમ દ્વારા છઠ્ઠા પગાર ધોરણ મુજબ ઓવરટાઈમ ચૂકવાય છે. જેથી કર્મચારીઓમાં નારાજગી હોય, ગુજરાત એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓને ૭મા પગાર ધોરણ પર ઓવરટાઈમ ચૂકવવા અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેતા ગત તા.૧-૪-૨૦૧૮ના રોજ મહામંડળ દ્વારા અમદાવાદ ઔદ્યોગિક અદાલતનો દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેમાં મહામંડળના રેફરન્સ (આઈ.ટી.) નં૫૦/૨૦૨૩ મંજૂર કરી એસ.ટી. નિગમને હુકમ કરી તેમના કર્મચારીઓને તા.૧-૪-૨૦૧૮થી સાતમા પગારપંચના પગાર ધોરણ મુજબ ઓવરટાઈમની ચૂકવણી કરવી તેમજ ઓવરટાઈમના એરિયર્સની રકમ જે-તે કર્મચારીઓને એવોર્ડ પ્રસિદ્ધ થયા તારીખથી એક વર્ષમાં ત્રણ સરખા હપ્તામાં કામદારના બેન્ક ખાતામાં ચૂકવી આપવા અને નિયમત સમયમાં એરિયર્સની તમામ રકમની ચૂકવણી કરવામાં એસ.ટી. નિગમ કે તેના અધિકારી કસૂર કરે તો જે-તે કામદાર ઓવરટાઈમની કુલલેણી રકમ ઉપર નવ ટકા સાદું વ્યાજ એવોર્ડ પ્રસિદ્ધ થયા તારીખથી રકમ વસૂલ મળે ત્યાં સુધી મેળવવા હકદાર રહેશે તેવો ઔદ્યોગિક ન્યાયપંચના પ્રમુખ અધીકારી એચ.એ.ભુતવાલાએ હુકમ કર્યો છે.


