Gujarat

પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
તા.15 થી 19 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બિડિંગ પ્રક્રિયા

Summarized by AI; it may make mistakes. Check important info

પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન

Vadodara RTO Office : વડોદરા આર.ટી.ઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકને સગવડતા માટે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વર્ગના વાહનો માટે પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આગામી તા.15 ડિસેમ્બરથી વિવિધ સીરીઝના નંબર માટે રી-ઓક્શન ખુલશે. ઇચ્છુક વાહન માલિકો પોતાના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fency પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હરાજીમાં ભાગ લઇ શકશે.

રી-ઓક્શન માટે ઓનલાઈન ફોર્મ/રજીસ્ટ્રેશન તા.15 ડિસેમ્બર બપોરે 4 વાગ્યાથી 17 ડિસેમ્બર બપોરે 3.59 સુધી ભરવું રહેશે. ત્યારબાદ તા.17 ડિસેમ્બર બપોરે 4 વાગ્યાથી તા.19 ડિસેમ્બર બપોરે 4 વાગ્યા સુધી બિડિંગ પ્રક્રિયા ઓપન રહેશે.

વાહનના સેલ લેટરમાં દર્શાવેલી સેલ તારીખથી 7 દિવસની અંદર સીએનએ ફોર્મ જમા કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લઇ શકશે. સમય મર્યાદા બહાર કરાયેલ અરજીઓ માન્ય ગણાશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વાહનવ્યવહાર અધિકારી, વડોદરા દ્વારા જણાવાયું છે.