Gujarat

જામનગરનો હાપા તરફનો એક માર્ગ ત્રણ માસ સુધી બંધ રહેશે : મ્યુનિ. કમિશનરનું વધુ એક જાહેરનામું

By GS TEAM
9 Aug 20252 mins read
TukuTouch Logo
જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાપા તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે ત્રણ માસ સુધી બંધ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરનો હાપા તરફનો એક માર્ગ ત્રણ માસ સુધી બંધ રહેશે : મ્યુનિ. કમિશનરનું વધુ એક જાહેરનામું

Jamnagar Corporation : જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાપા તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે ત્રણ માસ સુધી બંધ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાની હદમાં જામનગર રાજકોટ મુખ્ય રસ્તા પર બી.એસ.એન.એલ.ના ગોડાઉન પાસે મુરલીધર ટ્રેક્ટર્સથી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ રેલ્વે ફાટક સુધી જામનગર રાજકોટ મુખ્ય રસ્તાથી હાપા માર્કેટિંગ યાર્ડ આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે જેના અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.11-08-2025 થી તા.10-11-2025 એટલે કે, 3 માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આથી જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જેનો અમલ કરવાનો મ્યુનિ.કમિશનર દ્વારા હુકમ ફરમાવાયો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

બી.એસ.એન.એલ.ના ગોડાઉન પાસે મુરલીધર ટ્રેક્ટર્સથી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ રેલ્વે ફાટક સુધી જામનગર રાજકોટ મુખ્ય રસ્તાથી હાપા માર્કેટિંગ યાર્ડ આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર રાજકોટ મુખ્ય રસ્તા પર બી.એસ.એન.એલ.ના ગોડાઉન પાસે મુરલીધર ટ્રેક્ટર્સથી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ રેલ્વે ફાટક સુધી જામનગર રાજકોટ મુખ્ય રસ્તાથી હાપા માર્કેટિંગ યાર્ડ આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની ઉત્તર દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.