Gujarat

બેંકમાં મોર્ગેજ દુકાન 16 લાખમાં વેચી ઠગાઇ કરનાર ત્રણ પૈકી એકની ધરપકડ

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
બેંકમાં મોર્ગેજ દુકાન 16 લાખમાં વેચી ઠગાઇ કરનાર ત્રણ પૈકી એકની ધરપકડ



- પાલના ત્રણ ઉપાધ્યયા બંધુઓએ ટાઇટલ કલીયર હોવાનું કહી દુકાનનો 25 લાખમાં સોદો કર્યો હતો

સુરત
પાલ વિસ્તારના રાજ કોર્નર શોપીંગ સેન્ટરની દુકાન બેંકમાં મોર્ગેજ હોવા છતા અડાજણની ગૃહિણી સાથે વેચાણનો સોદો કરી પેમેન્ટ પેટે 16 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર ત્રણ ઉપાધ્યાય બંધુ પૈકી એકની પોલીસે ધરપકડ કરી છે.
અડાજણના એલ.પી. સવાણી રોડના શીવ કેમ્પસમાં રહેતા નીલમ સુનીલ પાંડેએ ડિસેમ્બર 2019માં પાલ વિસ્તારના રાજ કોર્નર શોપીંગ સેન્ટરની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ત્રણ ભાઇ લક્ષ્મીકાંત જગદીશપ્રસાદ ઉપાધ્યાય, વિનયકુમાર જગદીશપ્રસાદ ઉપાધ્યાય અને આશિષકુમાર જગદીશપ્રસાદ ઉપાધ્યાય (મૂળ રહે. સુરીયાવા પુરાનીબજાર, સીતારામપુર, તા. જ્ઞાનપુર, જિ. ભદોહી, યુ.પી) પાસેથી 25 લાખમાં ખરીદવાનો સોદો કર્યો હતો. ઉપાધ્યાય બંધુએ દુકાનના ટાઇટલ ક્લિયર હોવાનું જણાવતા નીલમે 16 લાખ ચુકવી દીધા હતા અને પેમેન્ટ પૂરૂ ચુકવ્યા બાદ દસ્તાવેજ કરી આપવાના નામે વાયદા ક4યા હતા.


પરંતુ ઉપાધ્યાય બંધુએ જુન 2018માં આઇડીએફસી બેંકમાં મોર્ગેજ કરી 19.94 લાખ અને જુલાઇ 2018માં પુનઃ 23.83 લાખની એમ બે લોન લીધી હતી. જેથી અડાજણ પોલીસે આ ઠગાઇ પ્રકરણમાં વિનયકુમાર જગદીશપ્રસાદ ઉપાધ્યાયની (રહે. 125, સંત તુકારામ સોસાયટી-6, પાલનપુર જકાતનાકા) આગોતરા જામીન મેળવી હાજર થતા અટકાયત બાદ જામીન મુક્ત કર્યા હતા.