Get The App

એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો,

કાકાના ઘરે જવાનું કહીને ઘરે મોબાઇલ અને પર્સ મૂકીને નીકળ્યો હતો

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, 1 - image

વડોદરા,એકના એક પુત્રે બાપોદ તળાવમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે સવારે બાપોદ તળાવમાંથી એક લાશ તરતી મળી આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મૃતકનું નામ યુવરાજ વિકાસભાઇ કાયસ્થ, ઉં.વ.૨૪ (રહે. ભક્તિ ભવન સોસાયટી, રૃડાનગર પાસે,રંગવાટિકા પાસે, વાઘોડિયારોડ)  હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવરાજ તેના માતા પિતાનો એકનો એક સંતાન હતો. સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કાકાના ઘરે જઉં છું. તેવું કહીને ઘરેથી નીકળી ગયા પછી તેણે તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. મોબાઇલ અને પર્સ તે ઘરે મૂકીને ગયો હતો. તેની સગાઇ થઇ ગઇ હતી, લગ્ન થવાનું બાકી હતું. આપઘાતનું કારણ જાણવા માટે હે.કો. હર્ષિતભાઇએ  વધુ તપાસ હાથ ધરી છે.