Gujarat
કલોલના પાનસર પાસે બાઇક ઝાડ સાથે ટકરાતાં એકનું મોત
By GS TEAM
2 Mar 20261 min read

બાઇક લઇને ડીંગુચાથી પાનસર રોડ ઉપર પસાર થતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો
કલોેલ : કલોલના ડીંગુચા થી પાનસર જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો તો બાઈકના ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ઝાડ સાથે ટકરાતા બાઈક ચાલકને માથાના ભાગીજા પહોંચી હતી જેનું ગંભીર ઇજાના પગલે મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર પસાભાઈ ગાભાભાઇ રાવળ ઉંમર વર્ષ
૬૫ રહે વડુ તાલુકો કડી બાઇક લઈને કલોલ તાલુકાના પાનસર ગામે જવા નીકળ્યા હતા અને
તેમનું બાઈક ડીગુચાથી પાનસર રોડ ઉપર જઈ રહ્યું હતું ત્યારે તેઓએ બાઈક ઉપરનો કાબુ
ગુમાવ્યો હતો અને બાઈક ઝાડ સાથે ટકરાયું હતું આ અકસ્માતમાં તેમને માથાના ભાગ સહિત
શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને ડીંગુચામાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા
જ્યાં તેમનું મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે તપાસ ચલાવી છે.









