Gujarat

વડોદરા જીલ્લાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત, બે સારવાર હેઠળ

By GS TEAM
29 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા જીલ્લાના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કરતી વખતે 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનનો ત્રણ કર્મીઓને વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બેને ઈજા થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જીલ્લાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત, બે સારવાર હેઠળ

Vadodara : વડોદરા જીલ્લાના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કરતી વખતે 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનનો ત્રણ કર્મીઓને વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બેને ઈજા થઈ છે.

 વાઘોડિયા ખાતે સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ સમયે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ત્રણ કર્મચારી સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની ઊંચી સીડી લઈને નીકળ્યા હતા. સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની ઊંચી સીડી 11 કેવીની પસાર થતી લાઈનને અડતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ કર્મચારીને કરંટ લાગ્યો હતો, વીજશોક લાગતા 65 વર્ષીય સુખદેવભાઈ મુલાનીને જોરદાર વીજ શોક લાગતા તેઓ નીચે પટકાયા હતા અને સખ્ત દાઝી જતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

 જ્યારે અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્રણ કર્મીઓને વીજ શોક લાગતા જાહેર રોડ પર અફરાતફરી સર્જાઈ હતી. ત્યારબાદ MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. વીજશોક લગતા એક કર્મચારી સળગી જતા રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.