Gujarat

ભાજપના પ્રદેશ પ્રમુખના જન્મ દિવસે ભાજપે સેવાના અનેક વિધ કાર્યો

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
ભાજપના પ્રદેશ પ્રમુખના જન્મ દિવસે ભાજપે સેવાના અનેક વિધ કાર્યો

-સેવા બસ્તી, વિધવાઓને સહાયના દાખલા, બ્લડ કેમ્પ, આરોગ્ય કેમ્પ, શ્રમ  કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિગેરેનું વિતરણ કરાયું

પ્રતિનિધિ દ્વારા, સુરત,તા. 16 માર્ચ 2022, બુધવાર

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના 68માં જન્મ દિવસે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકર-નેતાઓએ ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસે સુરતમાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ખાસ કરીને કુપોષિત બાળકોને પોષણ મળે તથા ગરીબોને વિવિધ પ્રકારના રાહત અને કાર્ડ મળે તે માટેના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભાજપ પ્રદેશ  પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના 68માં જન્મ દિવસે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત તેમનું હોમ ટાઉન હોવાથી સુરતમાં ભાજપના અનેક કાર્યકરો અને નેતાઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજ્યા હતા. સુરતમાં કુપોષિત બાળકોને શોધીને તેમને દત્તક લઈને તેમને પોષિત કરવા માટેની કામગીરી આજના દિવસે કરવામાં આવી હતી. 

આ ઉપરાંત ભાજપના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલીક સંસ્થાએ સી.આર. પાટીલની રક્ત તુલા કરવામાં આવી હતી. સુરતની વિવિધ સેવા બસ્તીમાં ભાજપના કાર્યકરો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરતની વિવિધ આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય કેમ્પ, શ્રમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતના વિવિધ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેર ભાજપ દ્વારા પણ સી.આર. પાટીલના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.