Gujarat

કાલુપુર રેલવે સ્ટેશને લોડરને છરી મારી રેલવે કર્મચારી પર હુમલો

By GS Team
9 Oct 20242 mins read
This article was originally published on 9 Oct 2024
કાલુપુર રેલવે સ્ટેશને  લોડરને છરી મારી રેલવે કર્મચારી પર હુમલો

,બુધવાર

કાલુપુર રેલવે સ્ટેશન ઉપર લૂખ્ખા તત્વો ધાક જમાવવા માટે હુમલા કરી રહ્યા છે. ગઇકાલે પાર્સલનો વ્યવસાય કરતા લોડર અને રેલવે કર્મચારી પોતાના પાર્સલ લેવા માટે ગયા હતા. આ સમયે રેલવે ટ્રેક ઉપર આરોપીની બોલેરા કાર ફસાયેલી હતી જેને રિવર્સ લેવાનું કહેતા પાંચ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને લોડરને  છરી મારીને રેલવે કર્મચારી પર  હુમલો કરીને મોબાઇલની લૂંટ ચલાવીને મોબાઇલ તથા ચશ્મા તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે  પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તમે  રેલવે કર્મચારીઓ હોવ તો શું થઇ ગયું અહિયાં અમારુ રાજ ચાલશે કહી મોબાઇલ લૂંટી તોડફોડ કરી ઃ રેલવે પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

  સરસપુરમાં રહેતા અને રેલવે સ્ટેશન ઉપર લોડર તરીકે કામ કરતા ઇરસાદ અંસારી (ઉ.વ.૪૯)એ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે સવારે તેઓ અને રેલવે કર્મચારી પાર્સલના કામે સરસપુર શહેર કોટડા પોલીસ ચોકી પાસે ગયા હતા. આ સમયે રેલવે ટ્રેક ઉપર આરોપીની બોલેરા કાર ફસાયેલી હતી જેને રિવર્સ લેવાનું કહેતા પાંચ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને તમે રેલવે કર્મચારી  હોવ તો શુ થઇ ગયું અહિયાં અમારુ રાજ ચાલશે તેમ કહીને લોડરને  છરી મારીને રેલવે કર્મચારી પર  હુમલો કરીને મોબાઇલની લૂંટ ચલાવીને મોબાઇલ તથા ચશ્મા તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે  પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.