Gujarat
વડોદરામાં રણોલીની સોસાયટીમાં પરિવાર ઉપર સશસ્ત્ર હુમલો, માતા અને બે પુત્રો ઘાયલ
By GS TEAM
27 Oct 20251 min read
વડોદરાના રણોલી વિસ્તારોમાં એક પરિવાર ઉપર થયેલા હિંસક હુમલાના બનાવ અંગે પોલીસે સાત હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના રણોલી વિસ્તારોમાં એક પરિવાર ઉપર થયેલા હિંસક હુમલાના બનાવ અંગે પોલીસે સાત હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના રણોલી વિસ્તારોમાં એક પરિવાર ઉપર થયેલા હિંસક હુમલાના બનાવ અંગે પોલીસે સાત હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે.
રણોલીના કૈલાશધામ સોસાયટીમાં રહેતા વિક્રમ સરોજે પોલીસને કહ્યું છે કે, જૂની અદાવતને કારણે અમારી સોસાયટીમાં રહેતા સુનિલ સરોજ તેમજ ત્રણ મહિલા સહિત સાત જણાએ અમારા ઉપર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં મને તેમજ મારા ભાઈ અને માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદને આધારે સુનિલ સરોજ, સાહુલ સરોજ, રોહિત સરોજ, ઓમકાર સરોજ અને ત્રણ મહિલા સહિત સાત જણા સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે.