Gujarat

સુરેન્દ્રનગરનાં દાળમીલ રોડ ઉપર સિંધવનગરમાં કચરો વાળવા બાબતે મારામારી થઈ.....

By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022
સુરેન્દ્રનગરનાં દાળમીલ રોડ ઉપર સિંધવનગરમાં કચરો વાળવા બાબતે મારામારી થઈ.....

 સુરેન્દ્રનગરનાં દાળમીલ રોડ ઉપર આવેલ સિંધવનગર વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે કચરો વાળવા બાબતે ઝઘડો થતા મારામારી થઈ હતી જેમાં બન્ને પક્ષોએ સામસામે ૧૦ વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

 આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગરનાં દાળમીલ રોડ ઉપર આવેલ સિંધવનગર ખોડીયારધારા સામે રહેતા અનુબેન મોતીભાઈ સિંધવ સવારમાં ઘરનાં આંગણે કચરો વાળતા હતા ત્યારે પાડોશમાં રહેતા ગોવિંદભાઈ મેપાભાઈનો દિકરો ભરત ગોવિંદભાઈ ત્યાં આવેલ અને જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો. અનુબેને કારણ પૂછતા ભરતે ઉશ્કેરાઈ જઈ લાકડાનો ધોકો પેટમાં માર્યો હતો. આ દરમ્યાન ભુરીબેન ગોવિંદભાઈ અને હેતલબેન ગોવિંદભાઈ પણ ત્યાં આવી ચડયા હતા અને અનુબેનને માર માર્યો હતો. અનુબેને ત્રણેય સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. તો સામા પક્ષેથી હેતલબેન ગોવિંદભાઈ સિંધવે વાડામાં કચરો વાળતા હતા ત્યારે ગીતાબેને આવીને કહેલ કે, ધૂળ ઉડે છે, અનુબેને જેમતેમ ગાળો દેવાનું શરૃ કરતા હેતલબેન ઘરમાં જતા રહ્યા હતા તે પછી થોડીવારમાં અનુબેન મોતીભાઈ, મેહુલ રણછોડભાઈ, પિન્ટુ રણછોડભાઈ, રવિ રણછોડભાઈ, રામુબેન,રિંકુબેન અને મયુરીબેન હીરાભાઈ વિગેરેએ આવી ઝઘડો કરી હેતલબેનને માર મારતા સાતેય વ્યક્તિ સામે હેતલબેને પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સામસામી ફરીયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.