Gujarat
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પ્રૌઢ મહિલા પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે હુમલાની ફરિયાદ
By GS Team
22 Aug 20251 min read
This article was originally published on 22 Aug 2025
ફરિયાદીની પુત્રી રીસામણે બેઠી હોય, અને આરોપી તેના જમાઈના સંબંધી થતા હોય, જેઓએ તકરાર કરીને હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
ફરિયાદીની પુત્રી રીસામણે બેઠી હોય, અને આરોપી તેના જમાઈના સંબંધી થતા હોય, જેઓએ તકરાર કરીને હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા શકુરાબેન ઇસ્માઈલભાઈ ગજીયા નામના 50 વર્ષના વાઘેર મહિલાએ પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા જિકરભાઈ વાઘેર, હવાબાઈ, અને જીકરભાઈના ભાઈ તથા બહેન વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની પુત્રી રીસામણે બેઠી હોય, અને આરોપી તેના જમાઈના સંબંધી થતા હોય, જેઓએ તકરાર કરીને હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.