Gujarat

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ

By GS Team
17 Aug 20251 min read
This article was originally published on 17 Aug 2025
TukuTouch Logo
જામનગરમાં ગોકુલ નગર નજીક અયોધ્યા નગર શેરી નંબર 10માં રહેતા પ્રવીણ કાનાભાઈ કંડોરીયા નામના 35 વર્ષના આહિર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ભુરાભાઈ ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ભીમો ઉર્ફે દાઢી મેથાણી અને નીતિન ચાવડા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ

જામનગરમાં ગોકુલ નગર નજીક અયોધ્યા નગર શેરી નંબર 10માં રહેતા પ્રવીણ કાનાભાઈ કંડોરીયા નામના 35 વર્ષના આહિર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ભુરાભાઈ ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ભીમો ઉર્ફે દાઢી મેથાણી અને નીતિન ચાવડા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાના મિત્રને બાઈકમાં બેસાડીને જતો હતો, જેને બાઈકમાંથી નીચે ઉતારી દેવાના પ્રશ્ને ભીમાએ તકરાર કરી હતી, ત્યારબાદ આ હુમલો કરી દીધો હતો. જે બંને આરોપીઓ હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.