Gujarat

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધામ

By GS TEAM
19 Mar 20261 min read
TukuTouch Logo
ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા: પોલીસ તંત્ર દોડતું થયું: ફરિયાદ નોંધવા કાર્યવાહી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધામ

Jamnagar Crime : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં ગઈકાલે રાતે નાસ્તો કરવા ગયેલા ફૈઝાન ફારૂકભાઇ પરમાર અને ફૈસ હનીફભાઇ મકવાણા નામના બે યુવાનો પર જુની અદાવતનો ખાર રાખીને કેટલાક શખ્સોએ ધોકા, પાઇપ વડે ઘાતક હુમલો કરી દેતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 આ હીચકારા હુમલામાં ઘાયલ થયેલા બન્ને યુવાનોને સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સમાજના યુવાનો મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. હાલ, સિટી-એ. ડિવિઝન પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બન્ને યુવાનોના નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.