Gujarat

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું

By GS TEAM
13 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં આજે NSUI દ્વારા NEET પેપર લીક મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું

Vadodara NSUI Protest NEET : વડોદરા શહેરમાં આજે NSUI દ્વારા NEET પેપર લીક મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાની અને ભ્રષ્ટાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. 

આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે NEET પેપર લીક કૌભાંડમાં સામેલ તમામ જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પારદર્શક અને કડક વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે. વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી.

અત્રે યાદ અપાવું જરૂરી છે કે ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ માટે તા.3 મેના રોજ લેવાયેલી નીટ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હોવાનું બહાર આવ્યા બાદ પરીક્ષા લેનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કરી છે. જેના કારણે આખા દેશમાંથી 22 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે. જેમાં વડોદરા શહેરના પણ 6000 કરતા વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.