- સિટી અને ગ્રામ્યમાં વિતેલા 24 કલાકમાં એકેય કેસ નહીં
- હવે 8 એક્ટીવ કેસ
સુરત, : કોરોના મુક્ત બની રહેલા સુરત સિટીમાં હવે કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.સિટી અને જીલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નોંધાયો નથી.સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 8 એક્ટીવ કેસ છે.
આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોના મુક્ત બની રહેલા સુરત સિટીમાં હવે કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.સિટી અને જીલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નોંધાયો નથી. સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 8 એક્ટીવ કેસ છે. સુરત સિટીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,62,189 કેસ પૈકી 1681 ના મોત નીપજ્યા છે.જયારે સુરત જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 42,815 કેસ પૈકી 559 ના મોત નીપજ્યા છે.


