Gujarat

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ

By GS TEAM
10 Mar 20261 min read
ઉત્તર -પશ્ચિમ ઝોનના  ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ

  અમદાવાદ, મંગળવાર,10 માર્ચ,2026

ઉત્તર-પશ્ચિમઝોનના ગોતા, ચાંદલોડીયા અને થલતેજ વોર્ડમાં પર્યાવરણને હાની પહોંચતી હોવાનુ કારણ આગળ ધરી એસ્ટેટ વિભાગે ૨૧ બાંધકામ સાઈટ સીલ કરી છે.આ બાંધકામ સાઈટ ઉપર બેરીકેડીંગ,ગ્રીન નેટ તથા મિસ્ટ મશીનનો અભાવ હોવાનુ કારણ તંત્ર તરફથી આપવામા આવ્યુ છે.

ઉત્તર-પશ્ચિમઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના કહેવા પ્રમાણે, નિયત એસઓપી તથા રજાચિઠ્ઠીમા જણાવેલ શરતોનુ પાલન નહીં થવાથી ગોતા વોર્ડમાં સમત્વ મેગ્નોલીયા,આકેર્ડિયા-૧૧,આકેર્ડિયા-૧૭, સાંકેત, ધ સેવન, આત્મન ગેંડયોર ઉપરાંત ચાંદલોડીયા વોર્ડમાં આદિતી સેફાયર, શ્લોકએમાલ્ટસ,માલાબાર રીટરેટ, રત્નમ ઓપલ, સોલો લેકવ્યુ, આઈડિય ઈરોરીયા, આરિસ્ટો આનત્તમ,એકવાવિસ્ટા, સિધાર્થ વૃંદાવન-૧, મિલેનિયમ એટ્રિકસ, સેવન્થ ઓરચીડ, રાજશ્રી રિગાલીયા,સમંતવ્ય તથા થલતેજ વોર્ડમાં સ્ટેટસ અલ્ટિઝા, આર્ટિફોને બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.ચાંદલોડીયા વોર્ડમાં રુપિયા એક લાખ, ગોતા વોર્ડમાં ૨૫ હજાર તથા થલતેજ વોર્ડમાં એક લાખથી વધુની રકમ પેનલ્ટી તરીકે વસૂલ કરવામા આવી હતી.