ગુજરાતમાં ક્યાંય રેડ એલર્ટ નહીં પણ અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat weather Updates : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા નાઉકાસ્ટર હેઠળ આગામી ત્રણ કલાક એટલે કે સાત વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચેના તાજેતરના નકશા મુજબ રાજ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં હવે ક્યાંય પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આ 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' (ભારેથી અતિભારે વરસાદ)
નવા નકશા અનુસાર, મધ્ય અને ઉત્તર ગુજરાતના નીચે મુજબના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે:
બનાસકાંઠા
સુરેન્દ્રનગર
અમદાવાદ
બોટાદ
ગાંધીનગર
ખેડા
યેલો એલર્ટ (મધ્યમથી ભારે વરસાદ)
પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગ્રીન ઝોન (હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ)
કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લાઓમાં સ્થિતિ ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવી છે.









