Gujarat

નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ

By GS TEAM
13 Mar 20261 min read
નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ

વડોદરાઃ નિઝામપુરા વિસ્તારની ઓફિસમાં આવી જઇ ચંદ્રકાન્તભાઇના પુત્રનું અપહરણ કરી તેના પરિવારજનોને પતાવી દેવાની ધમકી આપવા બદલ એક શખ્સ સામે ગુનો નોંધાયો છે.

નિઝામપુરાની નવદુર્ગા સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ચન્દ્રકાન્ત માડણકાએ પોલીસને કહ્યું છે કે,નિઝામપુરાના સીવન એવન્યૂ ખાતે મારી એક ઓફિસ યોગિની બહેનને ભાડે આપી છે.

ગઇકાલે બપોરે અલ્તાફ ઉર્ફે સમીર મહેમુદભાઇ અજમેરી(સોફિયા રેસિડેન્સી,મધુ નગર બ્રિજ પાસે,ગોરવા મૂળ રહે.વારીયા કુકડા કેન્દ્ર,ઘોઘારોડ,ભાવનગર)મારી ઓફિસે આવી  બૂમો પાડતા હોવાથી યોગિની  બહેને મને ફોન કર્યો હતો.

આ વખતે સ્પીકરમાં અલ્તાફ બૂમો પાડી ચન્દ્રકાન્તે મારી સાથે ૧.૮૦ લાખનું ફ્રોડ કર્યું છે.તેના છોકરાનું અપહરણ કરીશ.છાણીનું ઘર પણ જોયું છે,ત્યાં બધાને મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.અગાઉ પણ તેણે મને ધમકીઓ આપી હતી.જેથી પોલીસે ફરિયાદ નોંધી છે.