Gujarat

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો

By GS TEAM
29 Oct 20251 min read
નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો

વડોદરા : દિવાળીની રાત્રે નશામાં ધૂત કારચાલકે અવધુત ફાટક પાસે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા ૪ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે હાલ જેલમાં રહેલા આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે રિમાન્ડ નામંજૂર કરી આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

કાર ચાલક નીતિન ઝા બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો અને નશામાં હોવાથી તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં સૂતેલા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા.આ અકસ્માતમાં ૪ વર્ષના માસૂમ બાળક પર કારના પૈડાં ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય ૪ લોકો ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે રાવપુરા પોલીસે આરોપી સામે  જીવલેણ અકસ્માતનો તેમજ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.પોલીસે હાલ અકસ્માતના ગુનામાં જંલમાં રહેલા આરોપી નીતનિ ઝાનો  પ્રોહિબિશનના ગુનામાં કબજો મેળવી રિમાન્ડની માંગણી કરતા અદાલતે રિમાન્ડ અરજી રદ કરી આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.