Gujarat

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર

By GS TEAM
11 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં થયેલી 5 કરોડ રૂપિયાની મોટી ઉચાપતના મામલે સોલા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે આરોપી હર્ષલ સુરેશચંદ્ર લહેરીને ઝડપી લીધો છે અને કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે નિરમા યુનિવર્સિટીએ પોતાના કર્મચારી સહિત કુલ 7 શખ્સો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી હર્ષલ લહેરીએ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરને આશરે 30 જેટલા બૅંક એકાઉન્ટ આપ્યા હતા. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર

Nirma University Cheating Case: અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં થયેલી 5 કરોડ રૂપિયાની મોટી ઉચાપતના મામલે સોલા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે આરોપી હર્ષલ સુરેશચંદ્ર લહેરીને ઝડપી લીધો છે અને કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે નિરમા યુનિવર્સિટીએ પોતાના કર્મચારી સહિત કુલ 7 શખ્સો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી હર્ષલ લહેરીએ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરને આશરે 30 જેટલા બૅંક એકાઉન્ટ આપ્યા હતા. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે.

સરકારી વકીલ એસ. એમ. શેખે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે આરોપીએ કયા-કયા લોકો સાથે સંપર્ક કર્યો છે. કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો છે, તેમજ ઠગાઈની રકમ કોના-કોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. આ ઉપરાંત, ફેક આઇડી અને નકલી દસ્તાવેજોના ઉપયોગ અંગે પણ તપાસ કરવી જરૂરી હોવાનું રજૂ કરાયું હતું.

બીજી તરફ, આરોપી પક્ષે દલીલ કરી હતી કે આરોપી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને રિમાન્ડની જરૂર નથી. જોકે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસની માંગ સ્વીકારી અને આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ દ્વારા બૅંક એકાઉન્ટ, સિમકાર્ડ અને મોબાઇલ ફોન સહિતના મહત્ત્વના પુરાવાઓની તપાસ શરુ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ બનાવવામાં આવી છે.