Gujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા રાત્રી બજારની વધુ નવ દુકાનની હરાજી ટૂંક સમયમાં કરવામાં આવશે

By GS Team
19 Mar 20221 min read
This article was originally published on 19 Mar 2022
વડોદરા કોર્પોરેશન દ્વારા રાત્રી બજારની વધુ નવ દુકાનની હરાજી ટૂંક સમયમાં કરવામાં આવશે

- હજુ તાજેતરમાં 8 દુકાનની હરાજીમાં કોર્પોરેશનને 24.23  લાખની આવક થઈ હતી 

વડોદરા, તા. 19 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કારેલીબાગ વિસ્તારમાં વુડા  સર્કલ પાસે આવેલા રાત્રી બજાર ની આઠ દુકાનની હરાજી કરી હતી. આમ તો 17 દુકાનની હરાજી કરવાની હતી પરંતુ આઠની થઈ શકી હતી, અને નવ બાકી રહી હતી .આ બાકી રહેલી નવ દુકાનની હરાજી હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. નવમાંથી બે નાની છે. જેમાંથી એક એસસી અને એસટી કેટેગરી માટે છે. બંને દુકાન ની ડિપોઝીટ અને અપસેટ વેલ્યુ દોઢ -દોઢ લાખ રૂપિયા છે. જ્યારે દુકાન નંબર 28 અને 29 છે. બાકી રહેલી સાત દુકાન મોટી છે .જેમાંથી ત્રણ જનરલ કેટેગરીની અને ચાર એસી કેટેગરી ની છે. જ્યારે દુકાન નંબર 2 ,3 ,5 તથા 9થી 11 છે. આની ડિપોઝિટ તથા ત્રણ- ત્રણ લાખની છે. દુકાનો ત્રણ વર્ષની મુદત માટે આપવાની છે અને રસ ધરાવતા લોકોને તારીખ 1 એપ્રિલ સુધીમાં અરજી કરવા જણાવાયું છે. અગાઉ 8 દુકાનની હરાજી કરી હતી તેમાં કોર્પોરેશનને 24.23 લાખની આવક થઈ હતી. રાત્રી બજારમાં કુલ 42 દુકાન છે જેમાં 30 નાની અને 12  મોટી છે. જેમાંથી 17 ખાલી દુકાન માટે હરાજી કરવાની પ્રક્રિયા કોર્પોરેશન એ ગયા મહિનાથી હાથ ધરી છે.