Gujarat

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ

By GS TEAM
26 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર પાડોશમાં રહેતા એક મહિલા સહિતના 4 શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર પાડોશમાં રહેતા એક મહિલા સહિતના 4 શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં ગોકુલ નગર નજીક ખોડિયાર નગરમાં રહેતી નીતાબેન લખમણભાઇ બાંભણિયા નામને 30 વર્ષની પરણિતાએ પોતાના ઉપર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા ઉષાબા દિગુભા જાડેજા, વિજયસિંહ ચંદુભા જાડેજા, ચંદુભા ધીરૂભા જાડેજા અને ભરતસિંહ ચંદુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત મહિલાને માથામાં ધોકો લાગ્યો હોવાથી લોહી નીતરતી હાલતના સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ હતી, અને તેણીને પ્રાથમિક સારવાર આપવી પડી છે.