Gujarat

વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય

By GS TEAM
20 Dec 20251 min read
વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં આજે અંતિમ તબક્કાની મતગણતરી હાથ ધરાતાં ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાને ૧૪૬૬ મતે વિજય થયો હતો. જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાજેશ ધોબીને ૧૦૮૮ મત મળ્યા હતા.

આજે ઉપપ્રમુખ,લાઇબ્રેરી સેક્રેટરી, મેનેજિંગ કમિટી અને મહિલા રિઝર્વના હોદ્દાઓની મતગણતરી હાથ ધરાઇ હતી. જેમા ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયા, લાઇબ્રેરી સેક્રેટરીમાં જય ઓઝા, મેનેજિંગ કમિટીમાં સિધ્ધાર્થ પવાર,હિતેષ ઈંટવાલા, દિશાંત જોષી, કોમલ પટેલ, ડિપલ બ્રહ્મભટ્ટ, જિગ્નેશ બારોટ, મંથન પંડ્યા, ધવલ પટેલ, પાર્થ સુરતી,કૃનાલ ચોક્સી અને મહિલા રિઝર્વ તરીકે કોમલ બ્રહ્મભટ્ટ, હેતલ ચરવડા અને ધ્રુપ્તિત્રિવેદીનો વિજય થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં પ્રમુખથી લઇને મેનેજિંગ કમિટીની કુલ ૧૯ સીટ પર ૩૭ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.ગઈકાલે મતગણતરી શરુ થયા બાદ પરિણામો જાહેર થતા પ્રમુખ તરીકે હસમુખ ભટ્ટ,જનરલ સેક્રેટરીમા રિતેશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરીમાં મયંક પંડ્યા અને ટ્રેઝરરમાં નિમીષા ધોત્રેનો વિજય થયો હતો.