Gujarat

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે

By GS TEAM
18 Jun 20261 min read
ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે

રવિવારે નીટ-૨૬ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ

પરીક્ષા કેન્દ્રો નજીક કાયદો વ્યવસ્થા જાળવવા ચોક્કસ પ્રતીબંધો ફરમાવાયા, કુલ ૪૭૪૯ વિદ્યાર્થી પરીક્ષા આપશે

ભાવનગરનીટનો પેપર ફુટયા બાદ પરીક્ષા રદ કરવાનાં નિર્ણય બાદ એન.ટી.એ. દ્વારા પુનઃ પરીક્ષા માટે તૈયારીઓ આરંભી હતી અને તા. ૨૧ના રોજ અક્પરીક્ષા લેવાનાર છે. જેમાં ભાવનગરનાં ૧૪ કેન્દ્રો પર ૪૭૫૯ અને બોટાદનાં ૩ કેન્દ્રો પર ૧૯૦ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેની તૈયારીઓ પુર્ણ કરાઈ છે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ધો. ૧૨ બાદ મેડીકલ ક્ષેત્રે કારકિર્દી માટે લેવાતી નીટની પરીક્ષાનું પેપર ફુટતા પરીક્ષા વ્યવસ્થાનાં લીરા ઉડયા હતા અને એનટીએ દ્વારા અગાઉની આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે પુનઃ પરીક્ષા માટે ચક્રોગતિમાન થયા હતા અને પુર્ણ સુરક્ષા વચ્ચે તા. ૨૧ને રવિવારે બપોરે ૩થી૫ દરમિયાન યોજાનાર છે. ભાવનગરનાં ૧૪ કેન્દ્રો પર ૪૭૫૯ વિદ્યાર્થી અને બોટાદમાં ૩ કેન્દ્રો પર ૧૯૦ જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપનાર છે. જ્યારે પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા જાળવવા પરીક્ષા કેન્દ્રો નજીકનાં ૧૦૦ મી. ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ સેન્ટ્રો બંધ રાખવા તથા અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા જાહેરનામુ જારી કરાયું છે. તો આ સાથે તંત્ર પણ કોઈ ચુક ન થાય તેવી તકેદારી રાખી રહ્યું છે.