Get The App

ગુજરાતમાં તસ્કરોએ 1069 કરોડની ચોરી કરી, 221 કરોડ રિકવર, NCRBના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં તસ્કરોએ 1069 કરોડની ચોરી કરી, 221 કરોડ રિકવર, NCRBના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો 1 - image

NCRB Report: જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જોઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે, તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા 36 મહિનામાં તસ્કરોએ 1069 કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યો છે. જેની સામે પોલીસ માત્ર 221 કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે. 787 કરોડ રૂપિયાનો કોઈ અતોપત્તો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટે જ સલામત ગુજરાતનો ફુગ્ગો ફોડ્યો છે.

રિકવરી રેટ માત્ર 27-30 ટકા જ રહ્યો 

જો તમારા ઘરેથી 100 રૂપિયાની ચોરી થાય, તો પોલીસ માંડ 27 રૂપિયા શોધી લાવવાની ‘ગેરંટી આપે છે! નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છેકે, વર્ષ 2022માં ગુજરાતમાં કુલ મળીને 300.3 કરોડ રૂપિયાની તસ્કરોએ ચોરી કરી હતી. પોલીસે બધી શોધખોળ કરતાં માત્ર 90.2 કરોડ રૂપિયા માલમત્તા પરત મેળવી શકાઇ હતી. આ જ પ્રમાણે, વર્ષ 2023માં તસ્કરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેમ 423.3 કરોડ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં 98.1 કરોડ રૂપિયાની મત્તા પાછી મેળવી શકાઈ હતી. વર્ષ 2024માં ચોરોએ 346 કરોડ રૂપિયાની માલમતા પર હાથફેરો કર્યો હતો. પોલીસ માત્ર 94.2 કરોડ રૂપિયા રોકડ-વસ્તુઓ પરત મેળવી શકી હતી. ટૂંકમાં, ચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર 27-30 ટકા જ રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, 70%થી વધુ રકમ પાછી મળવાની હવે કોઈ આશા બચી નથી. 

આ પણ વાંચો: ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી

પોલીસ તસ્કરો સામે લાચાર!

સલામત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. ત્યારે ત્યારે ગુજરાતની નિર્દોષ જનતાના 787 કરોડ રૂપિયાને હજુ પોલીસ શોધી શકી નથી. ગુજરાતમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તસ્કરો કર્યાં છે. માટે ગુજરાત જાણે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યુ છે આમ છતાંય સરકાર એક જ રટણ રટી રહી છેકે, ઓલ ઈઝ વેલ. વાસ્તવમાં નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાએ જ પોલીસ ઇન્વેસ્ટીગેશન સામે સવાલ ઉભા કર્યા છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ પોલીસ જાણે તસ્કરો સામે લાચાર અને બેબસ હોય તેવું લોકો અનુભવી રહ્યાં છે. આ કારણોસર જ ચોરીની રકમ પરત મેળવવામાં ખાખી વર્દી જાણે નિષ્ફળ નિવડી રહી છે.