વડોદરામાં મેયર સહિતના પદાધિકારીની કેબિન પર લગાવેલી નેઇમ પ્લેટ હટાવાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાખની ટર્મ પૂરી થતાં તમામ ભાજપ કાઉન્સિલરોનું ફોટો સેશન કમાટીબાગમાં યોજાયું હતું. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલરોએ ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બીજી બાજુ આજે ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી કોર્પોરેશનની મુખ્ય કચેરીએથી ટર્મ પૂરી થતાં મેયર સહિતના પાંચ પદાધિકારીની કેબિન પરથી તેમના નામની પ્લેટો દૂર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પાલિકામાં ગઈકાલે વર્તમાન બોર્ડનો છેલ્લો દિવસ હતો ત્યારે કમાટીબાગમાં પદાધિકારીઓ અને કાઉન્સિલરોનો ફોટો સેશન યોજાયું હતું. જેમાં ભાજપના કાઉન્સિલરો ઉપરાંત આશિષ જોશી અને અલ્પેશ લીમ્બાચીયા પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસના કાઉન્સિલરોએ ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હતો.
જ્યારે બીજી બાજુ ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી પાલિકાની કચેરીએથી વિવિધ અગ્રણી પદાધિકારીઓ જેવા કે, પૂર્વ મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી, ડે.મેયર ચિરાગ બારોટ, પાલિકા શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ સહિત તમામની કેબીનો પર લગાવાયેલી તેમના નામની નેઇમ પ્લેટ આજે ઉતારી લેવામાં આવી હતી.








