Jamnagar
મેઘપરમાં વાહનો સાઈડમાં રાખવા મુદ્દે સશસ્ત્ર અથડામણ, 13 ઘવાયા
By GS Team
29 Jun 20262 mins read
જામનગરમાં મેઘપર ગામે વાહન સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ જૂની અદાવતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે બંને પક્ષના 15 લોકો સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો લોખંડના પાઈપ, ધારીયા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
00:00
00:19
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં મેઘપર ગામે વાહન સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ જૂની અદાવતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે બંને પક્ષના 15 લોકો સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો લોખંડના પાઈપ, ધારીયા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
00:00
00:19
Summarized by AI; it may make mistakes. Check important info

- પોલીસ મથકમાં બંને પક્ષના 15 સામે ગુનો દાખલ
- જૂના મનદુઃખ બાબતે માથાકૂટ ચાલતી હતી, બંને પક્ષના સભ્યો હથિયારો સાથે આમનેસામને આવી ગયા
જામનગર: જામનગરના મેઘપર ગામે વાહનો સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાતા છ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે મેઘપર (પડાણાં) પોલીસ મથકમાં યશપાલસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.ર૩)એ છ શખ્સો સામે સામા પક્ષે પ્રભાતસિંહ રામસંગજી કંચવા (ઉ.વ.૪૯)એ નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં યશપાલસિંહે જણાવ્યુ કે, ગઈકાલે રાત્રે તે તેના મોટાભાઈ સંદીપસિંહ સાથે બે ટુ-વ્હીલર લઈને ગામની સામે આવેલી હોટલેથી પરત ઘરે આવતા હતાં. ત્યારે બાપાસીતારામની મઢુલી પાસે પહોંચ્યા ત્યારે ગામના રવિન્દ્રસિંહ કાથળજી કંચવાનો ભેટો થતાં ઉભા રહી તેની સાથે વાતચીત કરતા હતા. તે સમયે આરોપી પ્રભાતસિંહ રામસંગજી કંચવા બુલેટ લઈને આવ્યો હતો અને કહ્યું કે 'તમારા વાહન સાઈડમાં રાખો આ ગામ તમારા બાપનું નથી, અમારા બાપનું છે.' તેમ કહેતા તેને અમારા વાહન સાઈડમાં જ છે. કહેતા તે ઉશ્કેરાઈ જઈ હું હમણાં માણસોને લઈને આવું છું. બોલાચાલી કરી જતો રહ્યો હતો.
ત્યારબાદ બંને પોતાના ઘરે જતા રહ્યા હતા અને કાકા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પારસસિંહ રાઠોડને વાત કરી હતી. બાદમાં તે તેના ભાઈ સંદીપસિંહ તથા કાકા પૃથ્વીરાજસિંહ, તેનો પુત્ર પાર્થરાજસિંહ ઉર્ફે પ્રિન્સ તથા પરિવારજનો ડેલી પાસે ઉભા હતા. તે સમયે આરોપી પ્રભાતસિંહ કંચવા તેના પિતરાઈ ભાઈ દિનેશસિંહ શીવુભા કંચવા, જીતુભા, દિવ્યરાજસિંહ જીતુભા કંચવા, છત્રપાલસિંહ કરણસિંહ કંચવા અને યશપાલસિંહ પ્રભાતસિંહ કંચવા ઘરની ડેલી પાસે આવી લોખંડનો પાઈપ, ધારીયુ તથા લાકડાનો ધોકો વગેરે હથિયારો સાથે આવી હુમલો કર્યો હતો. હુમલામાં તેના ભાઈ સંદીપસિંહને તથા કાકા પૃથ્વીરાજસિંહ, તેનો પુત્ર પાર્થરાજસિંહ, મામા મહાવીરસિંહ કંચવા અને ચિરાગસિંહ શીવુભા પિંગળને ઈજા પહોંચાડી હતી. તમામને ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવમાં બંને પક્ષ વચ્ચે ઘણા સમયથી જુનુ મનદુઃખ પણ ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે.
સામાપક્ષે પ્રભાતસિંહે ફરિયાદમાં જણાવ્યું કે આરોપી સંદિપસિંહ દિલીપસિંહ રાઠોડ, તેના ભાઈ યશપાલસિંહ તથા મહાવીરસિંહ કરણસિંહ કંચવા તેના ભાઈ શિવરાજસિંહ તથા પૃથ્વીરાજસિંહ નવલસિંહ રાઠોડ, દેવુભા રીણાજી કંચવા, રાજદીપસિંહ ભરતસિંહ પીંગળ, ચિરાગસિંહ પીંગળ અને હરદીપસિંહ કેશુભા કંચવાએ વાહન સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ગાળો ભાંડી હથિયારોથી હુમલો કરી તેને તથા કુટુંબના સભ્ય્માં નવલસિંહ કંચવા, છત્રપાલસિંહ, હરપાલસિંહ, દિનેશચંદ્રસિંહ, સભાષસિંહ અને દિવ્યરાજસિંહને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં બુલેટમાં પણ તોડફોડ કરી હતી.
આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.









