Gujarat

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર

By GS TEAM
10 Oct 20252 mins read
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર

અમદાવાદ,શુક્રવાર,10 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૧૪ જેટલા રહેણાંક અને કોમર્શિયલ પ્લોટની ઓનલાઈન હરાજી પ્રક્રીયા શુક્રવારે શરુ કરાઈ હતી. પહેલા દિવસે સોલા -હેબતપુર ખાતે આવેલા બે કોમર્શિયલ પ્લોટ વેચાણથી લેવા બીડર તરફથી એક પ્લોટ માટે રુપિયા ૨૫૦૦ કરોડ તથા બીજા એક પ્લોટ માટે રુપિયા ૨7૦૦ કરોડથી વધુની મહત્તમ ઓફર કરતા મ્યુનિસિપલ વર્તુળોમા પણ આશ્ચર્ય ફેલાયુ હતુ. ઓનલાઈન ઓકશનમાં બીડરે ભુલથી અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમને ચોરસમીટર દીઠ ભરવાની થતી બેઝ પ્રાઈઝ માની ઓફર કરી હોવાનુ પ્રાથમિક અનુમાન સત્તાવાર સૂત્રોએ વ્યકત કર્યુ છે.

શહેરના સિંધુભવન રોડ ઉપરાંત મોટેરા, થલતેજ,શીલજ ઉપરાંત વટવા,નિકોલ, બોડકદેવ,ચાંદખેડા,શીલજ તેમજ આંબલી, ગોતા, સોલા-હેબતપુર વિસ્તારમા આવેલા કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટને વેચાણથી લેવા માટે હરાજી પ્રક્રીયા સમયે આંબલી વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ.નંબર-૨૧૫ના ફાઈનલ પ્લોટ નંબર-૧૧૫કે જે રહેણાંક હેતુ માટેનો પ્લોટ હતો તેના વેચાણ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૬૦ લાખની અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી.જે સામે બીડર તરફથી મહત્તમ રુપિયા ૧.૬૫ લાખ ઓફર કરવામા આવતા બીડરને મહત્તમ ઓફર મુજબ પ્રિમિયમની રકમ પેટે રુપિયા ૪૦.૯૨ કરોડ જમા કરાવવાના થશે.આંબલીના અન્ય એક ફાઈનલ પ્લોટ  નંબર-૧૧૬ માટે અપસેટ વેલ્યુ પ્રતિ સ્કેવરમીટર રુપિયા ૧.૬૦ લાખ રાખવામા આવી હતી.બીડરે મહત્તમ રુપિયા ૧.૯૧ લાખની ઓફર પ્રતિ ચોરસમીટર કરતા પ્રિમિયમની રકમ પેટે બીડરને રુપિયા ૯૩.૮૦ કરોડ  કોર્પોરેશનમા જમા કરાવવાના થશે.

કયા પ્લોટમાં ૨૭૦૦ કરોડથી વધુની ઓફર બીડરે કરી?

વિસ્તાર   પ્લોટનુ ક્ષેત્રફળ      ઓફરદાર      મહત્તમ ઓફર(કરોડમાં)

સોલા-હેબતપુર ૩૯૭૪      ચેતન શાહ           ૨૭૬૬.૫૩

સોલા-હેબતપુર ૩૮૧૯         શ્રીઅજયરાજ         2552.37