Gujarat

અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન

By GS TEAM
10 May 20261 min read
અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન

 અમદાવાદ,શનિવાર,9 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંખ માટેની નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૭૫ લાખ જેટલા દર્દી આઉટડોર પેશન્ટ તરીકે નોંધાયા છે. વર્ષ-૨૦૨૫-૨૬માં હોસ્પિટલમાં નેત્રમણી સાથે મોતિયાના ૧૫૪૬ ઓપરેશન કરવામા આવ્યા હતા.નવી કીકી બદલવાના ૭૦૬ જયારે ત્રાંસી આંખના ૧૮૩ ઓપરેશન કરવામા આવ્યા હતા.

નગરી હોસ્પિટલ ખાતે સેન્ટર ફોર એકસલન્સ અંતર્ગત વિઝન થેરાપી સેન્ટરની આધુનિક  સેવા શરૃ કરવામા આવી છે.ત્રાંસી આંખ અને ત્રાંસી આંખ ના હોય પણ બાયનોકયુલર વિઝનની ખામી ધરાવતા બાળકોની સારવારનો મહત્વનો ભાગ છે.વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ૮૩૧૫ મોટા ઓપરેશન અને ૧૭૩૩ નાના ઓપરેશન કરવામા આવ્યા હતા. કુલ મળીને ૯૯૭૯ પેશન્ટ વર્ષ દરમિયાન ઈન્ડોર પેશન્ટ તરીકે નોંધાયા હતા. અમદાવાદ ઉપરાંત રાજયના અન્ય શહેરોમાંથી પણ આંખના દર્દી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે. ફેકો વીથ લેન્સના ૨૨૩૦  તથા ઝામરના ૨૪૯ ઓપરેશન સફળતા પૂર્વક કરવામા આવ્યા હતા.આંખના પડદાના જુદા જુદા ૧૨૪૪ ઓપરેશન વિટ્રેકટોમી મશીનથી  કરવામા આવ્યા હતા.