Get The App

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય 1 - image

વડોદરાઃ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસીના ભાગરુપે વિદ્યાર્થીઓના આશાસ્પદ અને ઈનોવેટિવ પ્રોજેકટ માટે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા ૨૮.૩૭ લાખ  રુપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.તેની સાથે સાથે કેટલાક પ્રોજેકટસ માટે ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટસ મેળવવા માટે ૧૦.૮૬ લાખ રુપિયા ફાળવવામાં આવ્યા છે.

ટેકનોલોજી, ફાર્મસી, સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીમાંથી વિદ્યાર્થીઓએ આ સહાય માટે ૧૯ પ્રોજેકટ રજૂ કર્યા હતા.યુનિવર્સિટીના ઈનોવેશન એન્ડ સ્ટાર્ટ અપ સેલ દ્વારા પ્રોજેકટના પ્રેઝન્ટેશન  બાદ ૧૭ પ્રોજેકટસને પસંદ કરવામાં આવ્યા છે.સહાયની ૪૦ ટકા રકમ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે.તેમ સેલના કો ઓર્ડિનેટર અને અધ્યાપક ડો.પ્રશાંત મુરુમકરે કહ્યું હતું.

વિદ્યાર્થીઓ આ રકમમાંથી પોતાના નવતર આઈડિયાઝ પર કામ શરુ કરી શકશે.આ માટે યોજાયેલા કાર્યક્રમમાં વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ કહ્યું હતું કે, અલગ રીતે વિચારવાની હિેમત કરનારા વિદ્યાર્થીઓને સહાય આપવાનું યુનિવર્સિટી ચાલુ રાખશે.દરેક વિદ્યાર્થીએ પોતાના આઈડિયાઝમાં વિશ્વાસ રાખવો જોઈએ અને તેને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરવો જોઈએ.