Gujarat

યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી

By GS TEAM
6 Apr 20261 min read
યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી

વડોદરાઃ શહેરની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાની આજથી શરુઆત  થઈ છે.જ્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની  સેમેસ્ટર એન્ડ પરીક્ષાનો તા.૭ એપ્રિલ, મંગળવારથી પ્રારંભ થશે.મે મહિનાના બીજા સપ્તાહ સુધી પરીક્ષા ચાલશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની સાથે સાયન્સ, પોલીટેકનિક, ટેકનોલોજી, ફાઈન આર્ટસ, સોશ્યલ વર્ક અને પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં સૌથી મોટી પરીક્ષા ટીવાયબીકોમની છે.૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે.પરીક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાધીશોએ ૬ વિજિલન્સ સ્કવોડ બનાવી છે.દરેક સ્કવોડમાં પાંચ અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે.

સાથે સાથે આ વર્ષથી પહેલી વખત યુનિવર્સિટીના નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી થશે.અત્યાર સુધી માત્ર કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની ઉત્તરવહીઓની ચકાસણી માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ કાર્યરત હતા. જગ્યાના અભાવે બાકીની ફેકલ્ટીઓની ઉત્તરવહીઓ જે-તે ફેકલ્ટીમાં જ ચકાસવામાં આવતી હતી  પણ નવું પરીક્ષા ભવન બની ગયા બાદ તમામ ફેકલ્ટીઓના સેન્ટ્રલ એસેસેમેન્ટ સેલ અહીંયા ખસેડવામાં આવ્યા છે.

આમ દરેક ફેકલ્ટીમાં પરીક્ષા બાદ ઉત્તરવહીઓ ફેકલ્ટીઓની જગ્યાએ સીધી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચશે