Gujarat

એમ.એસ યુનિવર્સિટી 4.50 કરોડના ખર્ચે કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડનો ઈજારો કરશે

By GS TEAM
19 Sep 20251 min read
TukuTouch Logo
કેમ્પસમાં 48 સ્થળે ગાર્ડ મુકાશે : યુનિવર્સિટીમાં વર્ષોથી સિક્યુરિટી પાછળ કરોડોના ખર્ચ છતાં મારામારીના બનાવો બને છે, સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ થતું નથી

Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ યુનિવર્સિટી 4.50 કરોડના ખર્ચે કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડનો ઈજારો કરશે

Vadodara MS University  : વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ અંતર્ગત ગાર્ડ પુરા પાડવા વાર્ષિક ઈજારો કરવા ટૂંકી મુદતનું ઈ-ટેન્ડર મંગાવ્યું છે. એમ.એસ યુનિવર્સિટી કેમ્પસ 472 એકરમાં એટલે કે અંદાજે 14 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં 48 પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ મૂકવાના છે. જેના માટે 4.50 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ કેમ્પસ હેઠળ સમિયાલા અને પાદરા કેમ્પસને પણ આવરી લેવામાં આવ્યું છે. રસ ધરાવતી પાર્ટીઓને 29 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ઓનલાઇન યુનિવર્સિટીને પહોંચતા કરવા જણાવ્યું છે. એમ.એસ યુનિવર્સિટીમાં હાલ સિક્યુરિટીનો જે કોન્ટ્રાક્ટ છે, તે 3.50 કરોડમાં અપાયો હતો. એક વર્ષ પૂર્વે તેની મુદત પૂર્ણ થઈ હતી, ત્યારે તેને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સિક્યુરિટી હોવા છતાં  કેમ્પસમાં છાશવારે મારામારીના બનાવો બને છે. અમુક સામાજિક તત્વો પણ આટા ફેરા મારતા હોય છે, જેને રોકી શકાતા નથી. સીસીટીવી કેમેરા તૂટેલી હાલતમાં હોય છે. જેનું મેન્ટેનન્સ થતું નથી. યુનિવર્સિટીની સિક્યુરિટી સામે અગાઉ પણ અવારનવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. નજીકના ભૂતકાળમાં કેમ્પસમાંથી ચંદનના ઝાડ ચોરાયાના બનાવ બન્યા હતા.