Gujarat

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ સમિટમાં રૂ. 834 કરોડના એમઓયુ

By GS TEAM
20 Dec 20251 min read
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ સમિટમાં રૂ. 834 કરોડના એમઓયુ

- 30 ઔદ્યોગિક એકમો સાથે કરાર થયા

- લીંબડીના ઉધોયગપતિ બાબુભાઈ મિલન જીનિંગ પ્રા.લીએ રૂ. 110 કરોડના એમઓયુ કર્યા

લીંબડી : રાજકોટમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ૩૦ કંપનીઓ વચ્ચે રૂા.૮૩૪ કરોડનાં એમ.ઓ.યુ. નક્કી થયા હતા. આજે સ્થળ પર પ્રતીકરૂપે ઉદ્યોગ સાહસિકોએ એમ.ઓ.યુ. કર્યાં હતાં.

સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ૩૦ કંપનીઓ વચ્ચે રૂા.૮૩૪ કરોડનાં એમ.ઓ.યુ. નક્કી થયા હતા. જેમાં લીબડીના ઉદ્યોગપતિ બાબુભાઈ મિલન જીનિંગ પ્રા.લી.એ રૂ.૧૧૦ કરોડના એમઓયુ કર્યા હતા. 

આ તકે મિલન જિનિંગ પ્રા.લી.ના બાબુભાઈ જીનવાળાએ જણાવ્યું હતું કે આજે અમે નવા એમઓયુ દ્વારા ફેબ્રિક ડાઈંગ, પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ ક્ષેત્રે નવું રોકાણ કરી રહ્યા છીએ. આ નૂતન રોકાણોથી જિલ્લામાં સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે. વિશેષમાં, આ એકમો દ્વારા ઉત્પાદિત થતો અંદાજે ૯૦% માલ વિદેશમાં નિકાસ કરવામાં આવશે.