Gujarat

ધોળકાથી બાકરોલ જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી

By GS TEAM
30 Sep 20251 min read
ધોળકાથી બાકરોલ જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી

બગોદરા - ધોળકાથી બાકરોલ અમદાવાદ તરફ જવાના રસ્તામાં ઘણી બધી જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે. ભાત, કાસીન્દ્રા, વિસલપુર, બાકરોલ વગેરે ગામથી અમદાવાદ તરફ જતા રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેરઠેર રસ્તા તૂટી ગયો છે અને કપચી ઉખડવા લાગી છે. ખરાબ રસ્તાને પગલે ટુવ્હિલર અને વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. ખાડાની કારણે વાહન ચાલકોમાં અકસ્માતના ભય સતાવી રહી છે. બિસ્માર રસ્તા અંગે ધોળકા જાગૃત નાગરિક ભાવેશ પરમાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ અમદાવાદને ઇમેઇલથી રજૂઆત કરી સમારકામ માટે રજૂઆત કરી છે.