Get The App

જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો 1 - image

Vadodara Crime : વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં રહેતા ઇમરાન હુસેનભાઇ શેખ કલર કામ કરે છે. પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ત્રણ વર્ષ અગાઉ મારા લગ્ન સાયમા અબ્દુલશા દિવાન (રહે-પાણીગેટ, બાવામાનપુરા) સાથે થયા હતા. તેના થકી સંતાનમાં એક દીકરી છે મારી પહેલી પત્નીને સંતાનમાં ત્રણ દીકરાઓ અને એક દીકરી છે. મારી બીજી પત્ની સાયમાને અમારી સાથે મનમેળ નહીં થતાં છેલ્લા પાંચ મહિનાથી તે પુત્રીને લઈને પિયરમાં જતી રહી છે. અમારા વચ્ચે અવારનવાર છૂટાછેડા બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હતા. ગત ચોથી તારીખે સાંજે સાડા ચાર વાગ્યે હું મારું મોપેડ લઈને મારા મોટા ભાઈની ત્યાં જતો હતો તે દરમિયાન મુનાવર, આદિલ, અદનાન તથા મારા સાસુ રુકસાનાબાનુએ મને આંતરીને ઉભો રાખી માર માર્યો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ જતા મારા સાસુએ પોલીસમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી.