Gujarat

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ લેવા ઉમટતા લોકો

By GS TEAM
21 Nov 20251 min read
TukuTouch Logo
શિયાળાનો વિધીવત આરંભ થયો હોવાનું અનુભવાતા તળાવની પાળે લોકો તળાવનું ચક્કર લગાવી તંદુરસ્તી પ્રાપ્ત કરવા ઉમટી રહ્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક  છ  રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ લેવા ઉમટતા લોકો

Jamnagar Ranmal Lake : જામનગરમાં રણમલ તળાવ પર વોકીંગ કરવાનું હજારો નગરજનનું રૂટીન છે પરંતુ શિયાળો આવતા જ સવારનાં આહલાદક વાતાવરણમાં મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યામાં જબ્બર વધારો થઇ જાય છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો પ્રભાવ જોવા મળતા શિયાળાનો વિધીવત આરંભ થયો હોવાનું અનુભવાતા તળાવની પાળે લોકો તળાવનું ચક્કર લગાવી તંદુરસ્તી પ્રાપ્ત કરવા ઉમટી રહ્યા છે.

ઓબેસીટી અર્થાત મેદસ્વીતા પણ એક રોગ તરીકે વકરી છે ત્યારે ઘણા લોકો વજન ઉતારવા માટે પણ વોક કરતા હોય છે અને શિયાળાની મોસમમાં તળાવનાં નિયમિત કરતા વધુ રાઉન્ડ લગાવે છે. તો કેટલાક ગ્રુપ તળાવની પાળે યોગ પણ કરે છે. આમ શિયાળો આવતા જ રણમલ તળાવ સંકુલ સ્વાસ્થ્ય લાભ મેળવવા ઇચ્છતા લોકો માટે એપી સેન્ટર બની ગયું છે.